કુંવરબાઈનું મામેરું યોજના 2026 શું છે
ગુજરાત સરકાર દ્વારા દીકરીના લગ્ન સમયે આર્થિક સહાય મળી રહે તે હેતુથી કુંવરબાઈનું મામેરું યોજના 2026 અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ અનુસૂચિત જાતિની કન્યાના લગ્ન પ્રસંગે સરકાર દ્વારા સીધી નાણાકીય સહાય આપવામાં આવે છે.
સુધારેલા દર મુજબ તારીખ 01-04-2021 પછી લગ્ન કરનાર કન્યાને રૂ. 12,000ની સહાય આપવામાં આવે છે જ્યારે તે પહેલાં લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ રૂ. 10,000ની સહાય આપવામાં આવે છે. આ યોજના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા e-Samaj Kalyan Portal મારફતે અમલમાં છે.
Kunwar Bai Nu Mameru Yojana 2026 મુખ્ય માહિતી
| વિગત | માહિતી |
|---|---|
| યોજનાનું નામ | કુંવરબાઈનું મામેરું યોજના |
| રાજ્ય | ગુજરાત |
| સહાય રકમ | રૂ. 12,000 |
| અરજી પ્રકાર | ઓનલાઈન |
| સત્તાવાર વેબસાઇટ | esamajkalyan.gujarat.gov.in |
Kunwar Bai Nu Mameru Yojana 2025 નો હેતુ
આ યોજનાનો મુખ્ય હેતુ અનુસૂચિત જાતિની દીકરીના લગ્ન સમયે પરિવાર પર આવતો આર્થિક ભાર ઘટાડવાનો છે. રાજ્ય સરકાર દ્વારા બે પુખ્ત વયની કન્યાના લગ્ન પ્રસંગે સહાય આપવામાં આવે છે જેથી દીકરીના વિવાહમાં આર્થિક મુશ્કેલી ન પડે.
યોજનાના નિયમો અને શરતો
આ યોજનાનો લાભ ફક્ત ગુજરાત રાજ્યના મૂળ વતની અનુસૂચિત જાતિના લાભાર્થીઓને મળશે. ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારો માટે વાર્ષિક આવક મર્યાદા રૂ. 6,00,000 નક્કી કરવામાં આવી છે. પરિવારની વધુમાં વધુ બે પુખ્ત વયની કન્યાને જ આ યોજનાનો લાભ મળશે.
લગ્ન સમયે કન્યાની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને યુવકની ઉંમર 21 વર્ષ હોવી આવશ્યક છે. લગ્ન થયાના બે વર્ષની અંદર અરજી કરવી ફરજિયાત છે. સાત ફેરા સમૂહલગ્ન યોજનામાં ભાગ લેનાર કન્યા બંને યોજનાઓનો લાભ મેળવવા પાત્ર રહેશે જો તમામ શરતો પૂર્ણ કરે.
Kunwar Bai Nu Mameru Yojana માટે જરૂરી દસ્તાવેજો
| જરૂરી દસ્તાવેજ |
|---|
| કન્યાનું આધાર કાર્ડ |
| પિતાનું આધાર કાર્ડ |
| કન્યાનો જાતિ દાખલો |
| યુવકનો જાતિ દાખલો (જો ઉપલબ્ધ હોય) |
| રહેઠાણનો પુરાવો |
| પિતા અથવા વાલીની આવક પ્રમાણપત્ર |
| લગ્ન નોંધણી પ્રમાણપત્ર |
| લગ્ન નોંધણી ફોર્મ |
| બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક |
| સ્વઘોષણા પત્ર |
| પિતા હયાત ન હોય તો મરણ દાખલો |
Kunwar Bai Nu Mameru Yojana 2026 માટે અરજી પ્રક્રિયા
કુંવરબાઈનું મામેરું યોજના માટે અરજી e-Samaj Kalyan Portal પર ઓનલાઈન કરવી પડે છે. શહેરી વિસ્તારના અરજદારે નાયબ નિયામક (અ.જા) કચેરી મારફતે અરજી કરવાની રહેશે.
સૌપ્રથમ esamajkalyan.gujarat.gov.in વેબસાઇટ પર જાવ. નવા યુઝર હો તો રજિસ્ટ્રેશન કરો. ત્યારબાદ યુઝર આઈડી અને પાસવર્ડથી લોગિન કરો. લોગિન કર્યા પછી Kunwarbai Nu Mameru Yojana વિકલ્પ પસંદ કરો. ઓનલાઈન ફોર્મમાં જરૂરી માહિતી ભરો. દસ્તાવેજો અપલોડ કરો અને અરજી સબમિટ કરો. અરજી કન્ફર્મ કર્યા પછી તેની પ્રિન્ટ કાઢી રાખો.
Kunwar Bai Nu Mameru Yojana 2026 મહત્વપૂર્ણ લિંક્સ
| વિગત | લિંક |
|---|---|
| હેલ્પલાઇન નંબર | અહીં ક્લિક કરો |
| સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
Disclaimer: આ લેખમાં આપેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી માટે છે. યોજનાની તાજી અને સત્તાવાર માહિતી માટે કૃપા કરીને સંબંધિત સરકારની અધિકૃત વેબસાઇટ પર તપાસ કરશો.