India Post Recruitment 2026: સ્ટાફ કાર ડ્રાઈવર ભરતી 48 જગ્યાઓ | પગાર ₹63,200 સુધી

India Post Staff Car Driver Recruitment 2026

ભારતીય ટપાલ વિભાગ ઇન્ડિયા પોસ્ટ ગુજરાત સર્કલ દ્વારા મેઇલ મોટર સર્વિસ હેઠળ સ્ટાફ કાર ડ્રાઈવર Ordinary Grade પદ માટે કુલ 48 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી 10 પાસ અને ડ્રાઈવિંગ અનુભવ ધરાવતા ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક છે. અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓફલાઇન છે.

પસંદગી પામેલા ઉમેદવારોને Pay Matrix Level 2 મુજબ ₹19,900 થી ₹63,200 સુધીનો પગાર તેમજ કેન્દ્ર સરકારના તમામ ભથ્થાં મળશે. અરજી કરવાની છેલ્લી તારીખ 19 જાન્યુઆરી 2026 છે.

India Post Recruitment 2026 મુખ્ય વિગતો

વિગતમાહિતી
સંસ્થાનું નામઇન્ડિયા પોસ્ટ ગુજરાત સર્કલ
પોસ્ટનું નામસ્ટાફ કાર ડ્રાઈવર Ordinary Grade
કુલ જગ્યાઓ48
પગાર ધોરણ₹19,900 થી ₹63,200 Level 2
અરજી પ્રક્રિયાઓફલાઇન
છેલ્લી તારીખ19 જાન્યુઆરી 2026

કેટેગરી મુજબ જગ્યાઓની વિગત

કેટેગરીજગ્યાઓ
General21
SC03
ST07
OBC12
EWS05
કુલ48

નોંધ આમાંથી 05 જગ્યાઓ Ex Servicemen માટે અનામત છે

શૈક્ષણિક લાયકાત અને અનુભવ

લાયકાતવિગતો
શૈક્ષણિક લાયકાતમાન્ય બોર્ડમાંથી 10 પાસ
ડ્રાઈવિંગ લાયસન્સLight અને Heavy Motor Vehicle
અનુભવઓછામાં ઓછો 3 વર્ષ
અન્યવાહન મિકેનિઝમનું મૂળભૂત જ્ઞાન

વય મર્યાદા

કેટેગરીવય મર્યાદા
સામાન્ય18 થી 27 વર્ષ
SC ST5 વર્ષ છૂટછાટ
OBC3 વર્ષ છૂટછાટ

અરજી ફી

કેટેગરીફી
General OBC EWS₹100
SC ST તમામ મહિલા ઉમેદવારોફી નથી

ફી કોઈપણ કોમ્પ્યુટરાઈઝ્ડ પોસ્ટ ઓફિસમાં E Payment દ્વારા ભરવાની રહેશે.
E Biller ID 1000099011 છે.

અરજી કરવાની પ્રક્રિયા

સત્તાવાર નોટિફિકેશનમાંથી અરજી ફોર્મ ડાઉનલોડ કરો.

ફોર્મની પ્રિન્ટ કાઢીને તમામ વિગતો સ્પષ્ટ રીતે ભરો.

નિયત જગ્યાએ પાસપોર્ટ સાઇઝ ફોટો ચોંટાડો.

જરૂરી તમામ દસ્તાવેજોની Self Attested નકલો જોડો.

એન્વલોપ ઉપર APPLICATION FOR DIRECT RECRUITMENT TO THE POST OF STAFF CAR DRIVER ORDINARY GRADE IN GUJARAT CIRCLE લખો.

તૈયાર અરજી 19 જાન્યુઆરી 2026 પહેલાં મોકલવી જરૂરી છે.

અરજી મોકલવાનું સરનામું

સિનિયર મેનેજર (GR.A),
મેઇલ મોટર સર્વિસ, GPO કમ્પાઉન્ડ,
સલાપાસ રોડ, મિર્ઝાપુર,
અમદાવાદ – ૩૮૦૦૦૧.

અગત્યની લિંક્સ

વિગત લિંક
Notification & Application Form PDF અહીં ક્લિક કરો
ઇન્ડિયા પોસ્ટ સત્તાવાર વેબસાઇટ indiapost.gov.in

અગત્યની લિંક્સ